Monday, November 2, 2009

બરકો,તો હોંકારો દેશે આખું ગામ‏ Bhavnagar - ડૉ.ફિરદૌસ દેખૈયા

તીખા બટેટાઓ,ભૂંગળા,ને ભજિયા,

હીરાને હોંકારે ભાણાંઓ તજિયા.

ગાયોએ ગાંડાને ગાંઠિયો ખવરાવ્યો;

લીંબુની સોડાનો પ્યાલો પધરાવ્યો.

આખી ગંડેરિયું ને પાંત્રિશિયા માવા,

મોટી મોટી દેરિયું ને મોંઘેરા બાવા.

રૂડા ગધેડિયામાં બેટ-દડો રમતા,

દિવસે તો ઠીક ભાઈ,રાતે ય ન ખમતા.

બરકો,તો હોંકારો દેશે આખું ગામ,

બરકો,તો તનમનથી આવીશું કામ;

આવું છે ભાઈ,મારું ભાવનગર ગામ.

-ડૉ.ફિરદૌસ દેખૈયા

No comments:

Post a Comment